નયન હ. દેસાઈની કાવ્યસંપદા/બાબુ ફેન્સીની ગઝલ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બાબુ ફેન્સીની ગઝલ

હસવું એટલે કરવતનો પર્યાય છતાં પણ હસે આંધળું બાબુ ફેન્સી,
માણસ આમ તો સારાં તો પણ માણસ રૂપે જીવે ચાંગળું બાબુ ફેન્સી.

થોડાં અંદાજી સ્વપ્નોની રકઝક વચ્ચે મટકું માંડે ભરી સવારે,
બારી વચ્ચે બપોર આવી બેસે ત્યારે સૂએ પાતળું બાબુ ફેન્સી.

છાતીને શ્વાસો વચ્ચેની સરહદ નક્કી કરતાં કરતાં સુવાંગ હાર્યા,
કચ્ચરઘાણ થયેલી ઘટનાઓનું કોઈ મેદાન મોકળું બાબુ ફેન્સી.

ખરવાની ક્રિયા બાબુભાઈ યાને કે ગમખ્વાર ક્રિયાપદ ચૂસે નામ ને,
પંચાવન વર્ષોથી ઊભું ઇચ્છાનું ખંડેર દોદળું બાબુ ફેન્સી.

ઉંડા વમળમાં કોતરણીમય શ્વાસ મળેલા ત્રાંબા પતરે વંશ વારસે,
ડૂમો-ધ્રાસકો કશુંક હાંફળું કશુંક ફાફળું બાબુ ફેન્સી.