નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


[[|300px|frameless|center]]


નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન (૧૯૫૧)

સુસ્મિતા મ્હેડ

પુસ્તક વાંચવા અહીં ક્લિક કરો


કૃતિ-પરિચય

‘નરસિંહરાવ દિવેટિયા: એક અધ્યયન’ મહાનિબંધ સાત પ્રકરણોમાં વહેંચાયેલો છે. ખંડ-૧ ‘જીવનસૌરભ’માં નરસિંહરાવના વ્યક્તિત્વનો પરિચય અને તેમના જીવનનું આલેખન છે. ખંડ-ર ‘કવિ’માં મધ્યકાલીન ગુજરાતી કવિતાના પરિપ્રેક્ષ્યમાં અર્વાચીન ગુજરાતી કવિતાની વિલક્ષણતા દર્શાવી નરસિંહરાવની કાવ્યવિભાવના વિશે ચર્ચા કરી છે. ખંડ-૩ ‘ગદ્ય’માં નરસિંહરાવના ગદ્યમાં નવપ્રસ્થાનની વિશેષતાઓ દર્શાવી ‘સ્મરણમુકુર’ અને ‘વિવર્તલીલા’ ગદ્યકૃતિઓ વિષયક ચર્ચા કરી છે. ખંડ-૪ ‘વિવેચક’માં નરસિંહરાવની સતત પ્રવાહબદ્ધ વિવેચનપ્રવૃત્તિને ચાર વિભાગમાં વહેંચી છે અને એમની વિવેચનની પ્રૌઢિ, સચોટતા, શાસ્ત્રીયતા જેવા ગુણોની નોંધ લીધી છે તો સાહિત્યપ્રવાહના અવલોકનમાં જોવા મળતી મર્યાદાઓ દર્શાવી છે. ખંડ-૫ ‘ભાષાશાસ્ત્રી’માં ભાષાશાસ્ત્રી નરસિંહરાવનો સંશોધકની, શિસ્ત, ખંત, વિષયની ઊંડાણભરી ચર્ચા જેવા પાસાંનો પરિચય કરાવે છે. ખંડ-૬ અને ખંડ-૭માં વિવાદી ચર્ચાપત્રો અને ગદ્યશૈલીની ચર્ચા છે. આ મહાનિબંધ સાહિત્યના અભ્યાસીઓ માટે માર્ગદર્શક નીવડે એવો છે. નરસિંહરાવના સર્જક તરીકેના વિવિધ પાસાંઓનો પરિચય કરાવતાં તેઓ દરેક પાસાંની મૂળગામી ચર્ચા કરે છે. આ મહાનિબંધ સુસ્મિતા મ્હેડની વિવેચક તરીકે ઐતિહાસિક સૂઝ અને દીર્ઘદષ્ટિનો પરિચય કરાવે છે. તો અવતરણોની બહુલતા ખૂંચે તેવી છે. ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (ગ્રંથ ૭), પૃ. ૪૩૬