The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ગોર્ય (ગૌરી) વ્રતનું ગીત
ચાંદા! ચાંદલી શી રાત
ચાંદો ક્યારે ઊગશે રે?
…ભાઈ [1] ગ્યા છે દરબાર
ઘોડે ચડીને ઘેરે આવશે રે.
લાવશે લાવશે મોગરાનાં ફૂલ
ડોલરિયાનાં ફૂલ
ચંપેલીનાં ફૂલ
આંબાના મોર
કેળ્યોના કોળ
…વહુ [2] (બેન) ગોર્ય પૂજશે રે.
- ↑ અહીં તમારાં પોતાનાં ભાઈ–ભાભીનાં નામ મુકાય.
- ↑ અહીં બહેન વ્રત કરતી હોય તો બહેનનું નામ લેવાય.