પ્રિયકાંત મણિયાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

મણિયાર પ્રિયકાંત પ્રેમચંદ (૨૪-૧-૧૯૨૭, ૨૫-૬-૧૯૭૬) : કવિ. જન્મ વિરમગામમાં. વતન અમરેલી. નવ ધોરણ સુધીને. અભ્યાસ. પોતાના જાતિગત વ્યવસાયની સાથોસાથ કાવ્યલેખન. કુમાર સુવર્ણચંદ્રક ઉપરાંત ૧૯૭૨-૭૩નું ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક. અમદાવાદમાં અવસાન. ‘કુમાર'ની બુધસભામાં મકરન્દ-નિરંજન આદિ કવિમિત્રોના. સંપર્કે એમની કાવ્યભાવના કેળવાઈ અને કાવ્યસંગ્રહ ‘પ્રતીક' (૧૯૫૩) પ્રગટ થયો. એમાં વિવિધ છંદો પરનું પ્રભુત્વ ધ્યાનાકર્ષક છે, તેમ માત્રામેળ છંદોનું અભ્યસ્ત સ્વરૂપ કથયિતવ્યને અનુરૂપ ખીલવવાની ફાવટ પણ અસાધારણ છે. મત્તયૌવનોમિનો છાક એમની લયમધુર ગીતોમાં તરવરે છે, તો ઊમિરસિત વિચારરમણી. એમની કૃતિઓનું મુખ્ય લક્ષણ બની રહે છે. પ્રતીક'નું બળકટ અંગ છે માનવવાદથી અનુપ્રાણિત થયેલી યથાર્થલક્ષી રચનાઓ. ‘એક ગાય’ આનું ઉત્તમ ઉદાહરણ છે. સોળ રચનાઓ ધરાવતા સંગ્રહ ‘અશબ્દ રાત્રિ' (૧૯૫૯) કાવ્યબાની અને કાવ્યવિષયની દૃષ્ટિએ સર્વથા નવીન છે. ‘પ્રતીક'ની જેમ ‘અશબ્દ રાત્રિમાં પણ કવિની ઉત્કટ સંવેદનશક્તિ અને વિલક્ષણ કલ્પનકળાનો ઉત્તમ સમન્વય થયેલો જોવા મળે છે. ‘સ્પર્શ' (૧૯૬૬)માં સંગૃહીત રચનાઓમાં અડધા ઉપરાંતની સંખ્યા ગીતાની છે. ‘ઉચાટ’, ‘સાંજ સમાન દીપ’ ઉપરાંત વ્રજભૂમિની કૃષ્ણવ્યાપી ભાવલીલા પ્રકટ કરતાં ગીતામાં કાવ્યત્વની પરાકાષ્ઠા જોવાય છે. એમાંની છંદોબદ્ધ રચનાઓ પણ સરસ છે. કયાં?’ અને ‘નદીકાંઠે હાથ’ વિલક્ષણ કૃતિઓ છે. સમીપ’ (૧૯૭૨)માં વૃત્તબદ્ધ રચનાઓ જૂજ છે અને અહીં ગદ્યકાવ્યો પહેલીવાર આવે છે. કવિના અમેરિકા પ્રવાસના ફલરૂપ કાવ્યોનો સંગ્રહ ‘પ્રબલ ગતિ' (૧૯૭૪) મુખ્યત્વે ગદ્યકાવ્યોનો સંગ્રહ છે. એ લોકો ઉત્તમ ગદ્યકાવ્ય છે. સામાજિક વિષમતાઓને લક્ષ્ય કરતા પ્રબળ લાગણી પ્રસ્ફોટ અહીં છે. ‘વ્યોમલિપિ’ અને ‘લીલેરો ઢાળ’ એમનાં મરણોત્તર પ્રકાશનો (૧૯૭૯) છે. આધુનિક મનુષ્યનાં સંકુલ સંવેદનો ‘વ્યોમલિપિ'નાં કાવ્યોમાં ગૂંથાયાં છે, તે ‘લીલેરો ઢાળ’ સાદ્યત લયમધુર ગીત રચનાઓથી સમૃદ્ધ છે.