બારી બહાર/૪૮. એવું હૈયું
Jump to navigation
Jump to search
૪૮. એવું હૈયું
હે જી એવું હૈયું
હોય તો ય શું ને ન હોય તો ય શું,
–એવું હૈયું !
કદી યે નહીં જેણે કોઈનેય ચાહિયું ને,
કદી યે ન કોઈથી ચહાયું;
હરખે ન છલક્યું જે નીરખીને સુંદરને,
કદી યે સુરૂપ જે ન બનિયું, હે જી એવું.
માપેલ શોક જેનો, તોળેલો આનંદ છે ને
કદી યે અન્યાયે ન તપિયું, હે જી એવું.
રૂપ, રંગ, સૂર કેરો ભરિયો છે રસ કેવો
ધરતી ઉપર, આભ માંહી !
એકે ય પ્યાલું જેણે કદી યે ન પીધું ને
કદી યે નહીં પિવરાવ્યું, હે જી એવું.