મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રહાસ-આખ્યાન કડવું ૧૭

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૧૭

વિષ્ણુદાસ

એમ કરતાં આવી રાય પાસે,
કાંઈ એક લાજે ને મંન વિમાસે;
કરી પાલવ અલગો મુખ નીરખે,
તે જોતાં વિષયા હરખે. ૯

જાણે ચંદ્રબિંબ પૂરણ કલા,
તે નીરખતાં થઈ વાકુલા;
પછે જુએ તો સુંદર ધાંમ,
પછે મનમાં પાંમી અભિરાંમ. ૧૦

તેનાં લોચન જાંણે અંબુજ ફૂલાં,
તે જોઈને વિષયા ભૂલાં;
નિજ ચાર કપોલ સેજે હસે,
કો રુચિર સુધા અમૃત વસે. ૧૧

તેની નાસિકા કીર સોહાંમણી,
જાણે ગ્રીવા ઉદર બાંધો મણિ;
તેનું દરસન જોતાં હીરાવલી,
જડિત્ર કવિન જાંણે સસી ચલી. ૧૨


ભુજ પ્રચંડ કટ કેસરી,
 તે જોતાં સુધ વીસરી;
વ્રક્ષ વિશાલ સૂક્ષ્મ કટિ
તે નીરખતાં થઈ એક ઘડી. ૧૩

તેનાં ચરણકમલ જાંણે રવિશશી,
નખમણિ જોતાં હીરાવશી;
અંગ અંગ તેહ ઉદાર,
જાંણે મનમથ કેરો અવતાર. ૧૪

ધન્ય ધન્ય કો માંહતિ,
જે પાંમશે એહવો ભૂપતિ;
રહી દૂર થકી નીરખે સતી,
વિષયા જાંણે ચિત્ર લખી. ૧૫

એહવે કસ દ્રષ્ટે પડી,
જાંહાં કાગલ બાંધ્યો છે બીડી;
પછે રુંધો સાસ ને ગઈ પાસે,
આ કાગલ શો બાંધ્યો દિસે. ૧૬

તે શનૈ શનૈ છોડી લીધો,
પટ બીડો થો અલગો કીધો;
સરનાંમું જોતાં વિસમે થઈ,
કાંઈ કાજગરો દિસે સહી. ૧૭


તતખેવ ઉકેલ્યો વદી,
કુંતલીકપુર જોતાં આનંદી;
સ્વસ્ત શ્રી કુંતલીકપુર સ્થાંને,
ચિરંજીવી તું મદનમાંને. ૧૮

રાયે કોસંધનો કુંવર જેહ,
મેં તુજ કને મોકલ્યો તેહ;
રૂપકલા ને લાવંન,
મ જોઈશ મધુર વચંન. ૧૯

એની શીલ ચાતુરી જે છે સાર,
મ જોઈશ એહના શણગાર;
જંમતંમ કરી એને વિષ દેજે,
પછે સુખ પાંમી રાજ કરજે. ૨૦

તે વાંચીને સુખ નવ પાંમે,
પછે માત ઉમિયાને શિર નાંમે;
આઈ ભવાંની જગત માતા,
કામ અભિલાષની તું દાતા. ૨૧

મેં તાત કને માગ્યો વર,
તેં મોકલીઓ જોઈ સુંદર;
મારો ભાઈ એહ કાગલ વાંચશે,
તો વિષ દેઈ એહને મારશે. ૨૨


પછે હાસ વાયક તાંહાં કેવાસે,
છે સવલું તે અવલું થાસે;
મમ તાત તણી બુધ્ય સબલી ગઈ,
કાંઈ કારણ તાં દિસે સહી. ૨૩

કે વસુંધરા શું થઈ આડી,
કે કાગલ લખતાં રાત પડી;
કે અથવા શું ધ્રૂજ્યો હાથ,
એ શો કહીએ ઉતપાત. ૨૪

 કે કાગલ લખતાં વિગ્રહ હશે,
ચૂક પડી તે મરમ કશે;
કે વચમાં કોણે વાત જ કરી,
તેણે તે ગયા વીસરી. ૨૫

કે વર જોતાં હરખે ભરા,
તેણે અ આ ગઆ વીસરા;
એણીપેર્ય કરતી આલોચ,
હવે અક્ષરનો કીજે સોચ. ૨૬

પછે કાજલ રસ સલીએ ભરી,
વિષયા લખીસ સુધ કરી;
પ્રેમે કરી અક્ષર સાંધ્યો,
પટ બીડીને પાછો બાંધ્યો. ૨૭


પછે માત ઉમયાની સુત્ય કરી,
મુજને દેજો એહ હરિ;
પછે શનઈ શનઈ પાછી વલી,
પોતી ત્યાં મનની રલી. ૨૮

કટ અંબર કાછ ભીડો હાથ,
તે દૂર થકી નરખો નાથ;
તારે નારદ કે સુણ ઉપાય,
તેનાં કોટ વિઘન મિથ્યા થાય. ૨૯

બોલા જઈમુન જનમેજે રાય,
તેનું તુજને કહું ઉપાય;
જેની સાર કરે શ્રી જદુરાય,
તેને અવલાનું સવલું થાય. ૩૦