મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ ક્ષમા અંગ
Jump to navigation
Jump to search
ક્ષમા અંગ
અખાજી
અખિલ જગત મૂર્તિ રામની, તેમાં જ્ઞાનીની મૂર્તિ તે છે કામની.
જડથી ચૈતન્ય મૂર્તિ ભલી, પણ જ્ઞાની મૂર્તિ સર્વે ઉપલી.
કારણ તેનું એક વિશેષ, અખા હું ન મળે જ્યાં શેષ. ૭૫
સોળે અંશે હરિ જ્ઞાનીને રદે, જેની વાણી બીજું નવ વદે.
જ્યમ અગ્નિથી દીવો થયો, તે દીવામાં દાવાનળ રહ્યો.
તે માટે હરિજન સ્વેં હરિ, અખા રખે કો પૂછો ફરી. ૮૦