મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઓખાહરણ કડવું ૧૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કડવું ૧૩

પ્રેમાનંદ

રાગ બિહાગડો
સુખ ભોગવે શ્યામા ને સ્વામી, ચિત્રલેખા કહે શિર નામી,
‘અન્ન બેનું આપે છે રાય, ત્રીજું માણસ તે કેમ સમાય?          ૧
તમો નરનારી ક્રીડા કીજે, હવે મુજને આજ્ઞા દીજે.’
રોતી ઓખા વળતું ભાખે, ‘બાઈ! કેમ જીવું તુજ પાખે?          ૨
તમો તાતને ઘેર ન જવાય, જો જાઓ તો જાણ જ થાય.
આપણ એકઠાં દહાડા નીગમશું, આપણ ત્રણે વહેંચીને જમશું;          ૩
દુ:ખ થાશે તો દેશુ થાવા, પણ નહિ દઉં તુજને જાવા.’
વિધાત્રી કહે, ‘સુણો રાણી, તમો આંખે ન ભરશો પાણી;          ૪
પ્રધાનપુત્રી છું કહેવા માત્ર, હું છું બ્રહ્માણી માનવગાત્ર;
તુજ અર્થે લીધો અવતાર મેળવિયાં સ્રી-ભરથાર.          ૫
એમ કહી થઈ અદર્શન, ચિત્રલેખા ગઈ બ્રહ્મસદન.
ઓખાએ રોઈ આંખડી ભરી, કંથે આસનાવાસના કરી.          ૬

શીશફૂલ ને સેંથે સિંદૂર, દેખી મોહ્યો તે અનિરુદ્ધ શૂર;
કાને કુંડળ ઝગમગ જોઈ કામકુંઅર રહ્યો છે મોહી.          ૧૫
પંકજ મધ્યે બિંદુ પડતાં, મોર-મોતી અધરે ઢળતાં;
ચપળ નેત્ર ઝીણું અંજન, જાણે જાળે પડ્યું ખંજન.          ૧૬
નારી! તારી નાસિકાનો મોર, નહિ ભૂષણ, ચિત્તનો ચોર;
રક્ત અધર હસે મંદ મંદ, ન હોય હાસ્ય, મોહના ફંદ.          ૧૭
મોહ્યો મોહ્યો તે મુખને મોડે, મોહ્યો મોહ્યો ભ્રકુટિને જોડે;
મોહ્યો મોહ્યો હાર ગુળુબંધ, મોહ્યો મોહ્યો બાજુબંધ.          ૧૮
મોહ્યો મોહ્યો હસ્તકમળ, મોહ્યો મોહ્યો ઉર-કુંભસ્થળ;
મોહ્યો મોહ્યો પ્રેમને પાશે, મોહ્યો મોહ્યો ચંદનની વાસે.          ૧૯
મોહ્યો મોહ્યો અલકની લટે, મોહ્યો મોહ્યો કેરસી-કટે;
મોહ્યો મોહ્યો પહેરણ ફાળી, મોહ્યો મોહ્યો ક્ષુદ્ર-ઘંટાળી.          ૨૦
મોહ્યો મોહ્યો નેત્રને નમણે, મોહ્યો મોહ્યો હંસાગમને;
મોહ્યો મોહ્યો અરગજાને મહેકે, મોહ્યો મોહ્યો ચાલને લહેકે.          ૨૧
મોહ્યો મોહ્યો ઝાંઝરને ઝમકે, મોહ્યો મોહ્યો અણવટને ઠમકે;
મોહ્યો મોહ્યો નેપૂરિયાને ઠમકે, મોહ્યો મોહ્યો ગોફણિયાને રણકે.         ૨૨
મોહ્યો મોહ્યો નેહને નમી, મોહ્યો મોહ્યો ચાર આંખે અમી;
કામકુંવર રહ્યો છે મોહી, નારીની ચંચલતા જોઈ.          ૨૩
અનિરુદ્ધ બાંધ્યો પ્રેમને પાશે, મોહ્યો કટિમેખલાને પ્રકાશે;
એકસ્થંભ ઓખાનું ધામ, તેથી વસર્યું દ્વારકા ગામ.          ૨૪
ભક્ષ્ય ભોજને પોષ્યું આપ, તેણે વીર્સ્યાં મા ને બાપ;
પામ્યો અધરામૃતનું પાન, તેણે વીસર્યો હરિનું ધ્યાન.          ૨૫
વિકળ થયો વિષયને સ્વાદ, તેણે મૂકી કુળ-મરજાદ;
વિષય ઓખા સ્નેહસાગર, તેથી વીસર્યો રત્નાકર.          ૨૬
અનિરુદ્ધને ચાલ છે ગમતી, નારી હીંડે નેહની નમતી;
‘મહિલા! મહિલા!’ મુખે ઊચરતો, હીંડે નારીની પૂંઠે ફરતો.          ૨૭
સ્રીએ મોહની મદિરા પાઈ, આલિંગન દે છે ધાઈ ધાઈ;
નિર્ભે નિશ્ચે કરે છે ભોગ, તેણે નીવરતો વ્રેહનો રોગ.          ૨૮
એક એકને ગ્રહી રાખે, અન્યોન્ય અધરામૃત ચાખે;
અંગ ઉપર અંગ જ નાખે. ‘મૂકો મૂકો જી’ મુખથી ભાખે;          ૨૯
અંગોઅંગે કામ રહ્યો રમી, ચાર આંખડીએ ઝમે છે અમી;
શૂધ-બૂધ ગઈ છે વીસરી, એમ ચોમાસું ગયું નીસરી.          ૩૦

વલણ

ગયું ચોમાસું નીસરી, આવ્યો આશ્વિન માસ રે;
કન્કા ટળી નારી થઈ, પછે ઓખા પામી વિલાસ રે.          ૩૧