મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગંગાસતી પદ ૬
Jump to navigation
Jump to search
પદ ૬
ગંગાસતી
વચન વિવેકી જે નરનારી પાનબાઇ,
તેને બ્રહ્માદિક લાગે પાય;
જથારથ વચનની શાન જેણે જાણી પાનબાઈ,
તેને કરવું હોય તેમ થાય. .. વચન વિવેકી.
વચનમાં સમજે તેને મહાસુખ થાય રે,
ઈ તો ગત ગંગાજી કહેવાય;
એકમના થઈને આરાધ કરે તો તો,
નકલંક પરસન થાય.. .વચન વિવેકી.
વચને થાપ ને વચને ઉથાપ પાનબાઈ,
વચને મંડાય જો ને પાઠ;
વચનના પૂરા તે તો નહિ રે અધૂરા,
વચનનો લાવો જોને ઠાઠ ... વચન વિવેકી.
વસ્તુ વચનમાં છે પરિપૂરણ પાનબાઈ
વચન છે ભક્તિનું જો ને અંગ;
ગંગાસતી એમ બોલિયાં રે
કરવો વચનવાળાનો સંગ ... વચન વિવેકી.