મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૧3

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઢાલ ૧3

યશોવિજય

ભોલુડા હંસા–એ દેશી.
એહવે વયણેરે હવે કોપેઈ ચડ્યો, સાયર પામ્યોરે ક્ષોભ;
પવન ઝકોલેરે જલ ભર ઊછલી, લાગે અંબર મોભ.          એહવે૦ ૧

ભમરી દેતાંરે પવન ફિરી ફિરીરે, વાલે અંગ તરંગ;
અંબર વેદીરે ભેદી આવતા, ભાજે તે ગિરિ–શૃંગ.          એહવે૦ ૨

ભૂત ભયંકર સાયર જબ હુઓ, વીજ હુઈ તવ હાસ;
ગુહિરો ગાજીરે ગગને ઘર કરે, ડમ ડમ ડમરૂ વિલાસ.          એહવે૦ ૩

જલનઈ જોરઈ રે અંબર ઊછલઈ, મચ્છ પુચ્છ કરી વંક;
વાહણ લોકનઈરે જો દેખી હુઈ, ધૂમકેતું શત શંક.          એહવે૦ ૪

રોષ અગનિનોરે ધૂમ જલધિ તણો, પસર્યો ઘોર અંધાર;
ભયભર ત્રાસેરે મશક પરિંતદા, વાહણના લોક હજાર.          એહવે૦ ૫

ગગનિ ચઢાવીરે વેગિ તરંગને, તલે ઘાલિજે રે પોત;
ત્રટત્રટ ત્રૂટઈરે બંધન દોરનાં, જલ લખ જોતા રે જોત.          એહવે૦ ૬

નાંગર ત્રોડીરે દૂરિ નાંખીએ, ફૂલ તણા જિમ બીંટ;
ગગનિ ઉલાલીરે હરિઈ પાંજરી, મોડિ મંડપ મીટિ.          એહવે૦ ૭

છુટે આડારે બંધન થંભનાં, ફૂટઈ બહુ ધ્વજદંડ,
સૂક વાહણ પણિ છોતા પરિ હુઇ, કુઆ–થંભ શતખંડ.          એહવે૦ ૮
સબલ શિલા વચિ ભાગાં પાટીયાં, ઊછલતે જલ ગોટ;
આશ્રિત દુખથીરે વાહણ તણો હુઓ, માનુ હૃદયનો ફોટ.          એહવે૦ ૯

તે ઉત્પાતિ પ્રલય પરિ હુવે, લોક હુઆ ભયભ્રાંત;
કાયર રોવેરે ધીર તે ઘૃતિ ધરી, પરમેશ્વર સમરંત.          એહવે૦ ૧૦

દુહા.

ઇમ સાયર કોપે હુઓ, દેખી વાહણ વિલકખ;
વિચિ આવી વાણી વદે, ઉદધિકુમર નાલકખ          ૧

‘વાહણ! ન કીજે સર્વથા, મોટા સાથે ઝૂઝ;
જો કીધૂં તો ફલ લહ્યું, મુંઝઈ કાઈ અબૂઝ.          ૨

તુજમાં કાંઈ ન ઉગર્યો, વહિ જાઈસે જલવેલ;
હજી લગિ હિત ચાહિ તો, કરે સામરસ્યું મેલ.          ૩