મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /બ્રહ્માનંદ પદ ૧૭
Jump to navigation
Jump to search
પદ ૧૭
બ્રહ્માનંદ
હેલી મારે મંદિરીએ મોરાર, પધાર્યા પ્રીત કરી રે લોલ;
રસિયે બોલાવી ગ્રહી બાંહ્ય કે, રસની રીતથી રે લોલ. ૧
સુંદર છોગાં મેલ્યાં શીશ, કલંગી શોભણી રે લોલ;
પહેર્યા ફૂલડા કેરા હાર, અલોકિક છબી બની રે લોલ. ૨
અતીશે આનંદ વધ્યો અંગ, થઈ રંગ રેલડી રે લોલ;
આવી અલબેલાને સાથ, બંધાણી બેલડી રે લોલ. ૩
સજની આમા સામા આજ, અધર રસ પીધલા રે લોલ;
નીરખી બ્રહ્માનંદનો નાથ કે, ઉર પર લીધલા રે લોલ. ૪