મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ભાણસાહેબ પદ ૨
Jump to navigation
Jump to search
પદ ૨
ભાણસાહેબ
સત્ગુરુ મળિયા સેજમાં
સત્ગુરુ મળિયા સેજમાં, જેણે સતનો શબ્દ સૂનાયો.
ચોરાશીનો રાહ ચુકવી, અબંડ ધામ ઓળખાયો. સત્ગુરુ ટેક
પંથ હતા સો થીયા પૂરીપરણ, નવધા નામ મીટાયો,
દજ્ઞમ દશા આવી દીલ ભીતર. એકમેં અનેક સમાયો. સત્ગુરુ ૧
અનેક હતા સો અખંડ સમાયો, નહિ જાયો આયો,
જીક્કર કરતાં ગઈ જામની. સોહં સાહેબ પાયો. સત્ગુરુ ૨
જપ તપ તીરથ જોગ ન ધરતા, સળંગ સેરડો પાયો,
ખટ દર્શનમાં ખોજ કરીને, ફરી ફરી ઘેર જ આયો, સત્ગુરુ ૩
અનંત કોડમાં આગે ઉભા, સમસ્યા યે સાધ કહાયો,
નહી ભાણો હરિ ભીતર ભેદા, જ્યોતિ મેં જ્યોતિ મીલાયો. સત્ગુરુ ૪