મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /શિવાનંદ પદ ૨
Jump to navigation
Jump to search
પદ ૨
શિવાનંદ
ગિરિશ ગિરિજા બેહુ મળી રંગભર, આનંદોદધિ ઉલટ્યો રે;
ભાલ શશી અતિ સુંદર સોહે, પરવરિયા ગણ સુભટો રે, ગિરીશ
રત્નખચિત કનકાચલ બૈઠે, શૈલસુતા શિવ નિકટે રે;
ફણિધર મણિ અહિકુંડલ ઝલકે, લલિત વદન જટામુકુટે રે. ગિરીશ
કૈલાસપતિ શિવ નિરખી નયને ઉતરો ભવસાગરતટે રે;
શિવાનંદ કહે હું એટલું માગું, મોરી રસના શિવ શિવ રટે રે. ગિરીશ