વત્સલનાં નયનો અને બીજા વિવેચનલેખો/કૃતિ-પરિચય
Jump to navigation
Jump to search
કૃતિ-પરિચય
‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો
અમેરિકાસ્થિત સાહિત્યમર્મજ્ઞ મધુસૂદન કાપડિયાના સ્વાધ્યાયના પરિપાકરૂપ આ પુસ્તકમાં પચીસ જેટલા વિવેચનલેખો, કેટલાક હેવાલો અને લેખકના પોતાના વિશેના અન્યોના પ્રતિભાવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રસંગોપાત્ત લેખકે પ્રગટ કરેલાં ચર્ચાપત્રોનો પણ અહીં સમાવેશ છે. લેખકે પ્રસ્તાવનામાં સ્પષ્ટતા કરી છે એમ, ‘આત્મસ્તુતિના આરોપનો ભય વહોરીને પણ એ પુસ્તકને અંતે સાચવ્યાં છે.’ પ્રસ્તુત ગ્રંથમાંથી પસાર થતાં લેખકની જે મુદ્રા ઊભી થાય છે એ છે આકંઠ સાહિત્યરસિકની. એ રસની સાથે ભળે છે મર્મજ્ઞતા અને અભ્યાસનિષ્ઠા. એમનાં લખાણોમાં આ ત્રણેયનું રસાયણ સધાયેલું જોવા મળે છે. લેખકની આકંઠ સાહિત્યપ્રીતિના પરિપાક સમું આ પુસ્તક વાચકોને અને અભ્યાસીઓને નિરાશ કરે એવું નથી.
– સતીશ વ્યાસ
(‘પરબ’, ફેબ્રુઆરી ૨૦૦૭)