The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પરિશિષ્ટ-૩
કોહિનુર હીરાની તવારીખ
૧. ઈ.સ. ૧૬૫૬માં દક્ષિણ હિંદની કોલર ખાણમાંથી મળ્યો.
૨. ગોવળકોંડના મીર જુમલા ઉમરાવે મેળવ્યો.
૩. મોગલ બાદશાહ શાહજહાને તેણે ભેટ આપ્યો.
૪. ઔરંગઝેબના ખજાનામાં રહ્યો.
૫. નાદિરશાહે દિલ્હી લૂંટ્યું ત્યારે તે લઈ ગયો.
૬. શાહરુપ પાસે આવ્યો.
૭. અહમદશાહ પાસે
૮. તૈમુર પાસે
૯. શાહઝમાન
૧૦. સુલતાન સુજા
૧૧. રણજિતસિંહ
૧૨. લોર્ડ લોરેન્સ
૧૩. રાણી વિક્ટોરિયા પાસે હાલમાં છે.
નાગને માથે મણિ હોય છે, નાગ સંગીત સાંભળે છે, નાગનું ઝેર મંત્રથી ઉતરે છે, નાગણ વેર લે છે, હંસ મોતીનો ચારો ચરે છે, હંસ દૂધ-પાણી અલગ કરે છે, ઢેલ મોરનાં આંસુથી ગર્ભવતી બને છે, કાગડો સો વર્ષ જીવે છે, બપૈયાના ગળામાં કાણું હોય છે, ચાતક વરસાદનું પાણી પીએ છે, સાપ દૂધ પીએ છે, સિંહણનું દૂધ સુવર્ણપાત્ર સિવાય અન્ય પાત્ર ફાડી દે છે, મગર આંસુ સારે છે, ચક્રવાકયુગલ રાત્રે અલગ રહે છે, ગધેડો દ્રાક્ષ ખાય તો મરી જાય છે, ઘુવડને બોલતાં સાંભળવાથી બાળકો માંદા પડે છે, આકાશપુષ્પ, સસલાને શિંગડા, વંધ્યાને પુત્ર.
મહાભારત-પ્રદાન
દ્રોણ જેવા – આચાર્ય
યુધિષ્ઠિર જેવા – સત્યવીર
ભીમ જેવા – ગદાવીર
અર્જુન જેવા – ધનુર્ધર.
કર્ણ જેવા – દાનવીર.
અભિમન્યુ જેવા – વીર
દ્રૌપદી જેવી – સતી
ગાંધારી જેવી – પતિભક્ત
વિદુર જેવા – રાજનીતિજ્ઞ
શકુનિ જેવા – કપટી
ભીષ્મ જેવા – પ્રતિજ્ઞાપાલક
શ્રીકૃષ્ણ જેવા – સલાહકાર
ગીતા જેવો – ગ્રંથ