વિશિષ્ટ સાહિત્યસંજ્ઞા કોશ/Z
Jump to navigation
Jump to search
Z
Zapping ઝેપિંગ રિમોટ કન્ટ્રોલ દ્વારા ટીવીની ચેનલો બદલવા ઝડપથી ફરી વળવાની આ ક્રિયા છે અને અનુઆધુનિક કૃત્ય ગણ્યું છે. આ પ્રકારની ક્રિયાની અસર એ છે કે રૈખિક કથનનો પ્રવાહ તૂટી જાય છે અને કથનશ્રેણીઓનું નિયંત્રણ પ્રેક્ષકના હાથમાં આવી જાય છે. નિષ્ક્રિય પ્રેક્ષકને સ્થાને અહીં સક્રિય પ્રેક્ષકની છબી ઊપસે છે.
Zeitgeist યુગચેતના ઇતિહાસના કોઈએક યુગનું વિશિષ્ટ દૃષ્ટિબિંદુ, યુગપ્રભાવ.
←