સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બાપુ ગાયકવાડ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બાપુ ગાયકવાડ

[આપણું જૂનું ગુજરાતી સાહિત્ય ઘણુંખરું ભક્તિસાહિત્ય જ છે. પણ તેમાં પણ કવિઓએ વિવિધતા ઘણી બતાવી છે. નીચેના કાવ્યમાં સરળ અને ચોટદાર વાણીમાં સાચી ભક્તિનું સ્વરૂપ બતાવ્યું છે. મૂર્તિપૂજા, સ્નાન, જપ, ભેખ, વગેરે બહારના આચારને વળગી રહેવાથી કશું વળવાનું નથી, એ સ્પષ્ટતાથી કહ્યું છે. ૨. મત - અભિપ્રાય, વાદ, પંથ, જુદા જુદા પંથ શા માટે કાઢો છો? ૪. લાગા - કર. પ્રભુને નામે પ્રજા ઉપર જેઓ કર નાખે છે તેમની વિરુદ્ધ કહ્યું છે. કર તે પૈસાનો જ નહિ, આચારનો પણ. એટલે કે રોજ સવાર સાંજ મંદિરે જવું જ જોઈએ, ટીલાંટપકાં કરવાં જ જોઈએ, કથા સાંભળવી જ જોઈએ, વગેરે લાગા જ થયા. ૫. સૂધું—સીધું. વાઘા – વસ્ત્ર, વેશ, ભેખનાં ભગવાં કપડાં. ૬. ચીને - સમજે, ઓળખે. (સરખાવો : ‘જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ ત્યાં લગી સાધના સર્વ જૂઠી.’ નરસિંહ) ઢાંક્યા - કપડાં પહેરેલા. નાગા – દિગંબર. ૮. પહાણો – પથ્થર (મૂર્તિનો). ૧૧. ખાંડો – ખંડિત, ભાંગેલો. ૧૪-૧૫. વાદવિવાદ - સામસામા પક્ષોએ એકમેકનાં લોહી પણ રેડ્યાનું ઇતિહાસ કહે છે. પ્રભુને જડ ગણે તે જ જડ — એવું ચોખ્ખું જ્યાં સંભળાવ્યું ત્યાં તરત તકરારો મચી. ૧૭. કાયાગઢ - શરીરરૂપી ગઢ. ૧૮. કર્યો રાણો – હોલવ્યો. ૨૦. હરિ કે હુકમ બિન - એટલી વચ્ચે હિંદીની છાંટ આવી ગઈ. આખા હિંદદેશમાં એક જાતની સરળ હિંદી ભાષામાં ભજનો ચાલતાં તેની અસર. જુઓ : ‘દેવે’—આપે, દે. (બ્રહ્માનંદ ૧,૪.) ૨૭. તારણતરણ — તારનાર. કેમકે પોતે જ તરનારી વસ્તુ છે. ૨૮. છાણો - સમજો. છાણવું – ચાળવું.]