સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ઉદયવંત

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
ઉદયવંત

[ગુજરાતી ભાષાની એક પ્રાચીન કૃતિ ‘ગૌતમ સ્વામીનો રાસ’ (ઈ.સ. ૧૩૫૬)માંથી ગૌતમ સ્વામીના ગુણના વર્ણનનો ભાગ નીચે ઉતાર્યો છે. એનું શબ્દમાધુર્ય જ સૌમ્યતાનું વાતાવરણ ઊભું કરવા માટે પૂરતું છે. સાહિત્યપલ્લવના પહેલા ભાગમાં ‘વસન્ત ઢૂંઢું’ કરીને અંજની છંદનું કાવ્ય છે, તેને મળતી રીતે આ કાવ્યનો ‘ભાષાછંદ’ વાંચી શકાશે. એક પછી એક ઉપમા કવિ આપ્યે જાય છે અને આપણા મનને સુંદરતા અને પ્રસન્નતાથી ભરી દે છે. ભાષા જૂની ગુજરાતી હતી તેમાં સહેજસાજ ફેરફાર કર્યો છે; છતાં તેની મધુરતા નાશ ન પામે તે માટે ‘જિમ’નું ‘જેમ’, ‘જિણિ’નું ‘જેણે’, જેવા ફેરફાર કર્યા નથી. વાંચનાર સહેજે એ સમજી શકે એવા છે. ૨. કુસુમહ-વન -પુષ્પના વનમાં. (‘હ’ પ્રત્યય જૂની ગુજરાતીમાં ષષ્ઠીનો છે.) ૮. કનક’વતંસા-કનક-અવતંસ, સોનાનું ઘરેણું. ૧૨. તેમ શ્રીગૌતમ ગુણોના કેલિવનમાં (ક્રીડા કરવાના સ્થળમાં) રમે છે. ૧૫. સહસકરો - સહસ્રકર, સૂર્ય. ૧૬. પંચાનનિ - સિંહ વડે. ૧૮. મુનિપ્રવરો – મુનિપ્રવર, મુનિઓમાં શ્રેષ્ઠ. ૨૧. મહમહે – મઘમધે. ૨૪. તેમ શ્રીગૌતમ પોતાની લબ્ધિઓ (મેળવેલી વસ્તુઓ) વડે બહુ બહુ શોભે છે. ૨૭. દીખિયા - દીક્ષા દીધી. ૨૯. જસ - જેના. ૩૧. શ્રીગૌતમ સૌને કલ્યાણ કરો એટલું જ નહિ, પણ સૌની શાખાનો વડ જેમ વિસ્તાર કરો. અથવા શિષ્યપરંપરા વડે તેઓશ્રીનો પોતાનો વિસ્તાર થાઓ.]