સાહિત્ય પલ્લવ – ભાગ ૩/કરસનદાસ માણેક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કરસનદાસ માણેક

[આપણી સમાજવ્યવસ્થાના અન્યાયથી જે અનેક કાવ્યો પ્રેરાયાં છે તેમાંનું આ એક છે. એમાં જુદા જુદા અન્યાય, જુલમ અને અનિષ્ટો ઉપર અંતિ માર્મિકતાથી પ્રહાર કરવામાં આવ્યો છે. આ કાવ્યની અનેક પંક્તિઓથી આપણને શબ્દશક્તિનો સરસ પરિચય થઈ શકે એમ છે. વિવેકભરી પસંદગીથી ઉપરાઉપરી વાપરેલાં વિશેષણો શું સાધી શકે તે પણ એમાંથી જોઈ શકાશે. ઘરડા વરરાજાનું વર્ણન આનું સરસ ઉદાહરણ છે. જુઓ,

જીર્ણ, અજીઠું, પામર, ફિક્કું, માનવપ્રેત સમાણું,
કૃપણ કલેવર કોડભર્યું જ્યાં. માંડવડે ખડકાણું!

આમાંનાં વિશેષણો એવું તો જોરદાર ચિત્ર ખડું કરે છે કે એમાં રહેલી વર્ણસગાઈ તરફ પણ આપણું ધ્યાન જતું નથી અને એ જીર્ણ, અજીઠા, પામર માનવપ્રેતનું ઘૃણાભર્યું ચિત્ર જ આપણી સમગ્ર વિચાર-સૃષ્ટિને ઘેરી રહે છે. તેમાં ખડકાણું ક્રિયાપદ જાણે, એ ઘૃણાભર્યા ચિત્રને વધુ ઘૃણાભર્યું બનાવી ‘માંડવડે ખડકાણું’માં લગોલગ ખડકાયલા ‘ડ’કારના જોરે ચિત્રની અસરને વધુ દૃઢ કરે છે. આવી સફળ પંક્તિઓ આ કાવ્યમાં ઘણી છે, અને તે દરેક જુદી જુદી ખૂબીથી ભરેલી છે. તેનો ઝીણવટથી અભ્યાસ કરતાં કાવ્યની શક્તિનો પણ ખ્યાલ આવી શકશે. ૩. અન્નકૂટ – અન્ન + કૂટ ( ડુંગર, ઢગલો), અણકોટ. ૫. શતશગ - સો શિખાવાળી. ૧૪. કલેવર - શરીર, કાયા. ૧૬. એ ‘કોમળ’ કળીને એ ‘માનવપ્રેત’ના હાથમાં ન મૂકી હોત તો એ કેવી સુંદર રીતે વિકસત! પણ ભાવિની એ મનહર પ્રતિમાની ત્યાં જ ઘોર ખોદાઈ ગઈ! ૧૯. શરીફ ડાકુ-સમાજમાં જેની મોટા તરીકે, ખાનદાન તરીકે ગણના હોય એવા શાહ-ચોરો. ૨૮. દદામાં-(એકવચન દદામું) લડાઈમાં મોખરે વગાડવામાં આવતાં નગારાં. મોટા ડંકા. ૨૯. જળ, થળ, નભ બધે ઘોર સંહાર મચી રહ્યો. જળ એટલે સમુદ્રમાં મનવારો, સબમરીનો અને યુબોટો, આકાશમાં બૉમ્બ વર્ષાવતાં વિમાનો અને જમીન ઉપર ટૅંક, મશીનગન વગેરે. ૩૧. નવસર્જનના સ્વપનસંગી— નવું સર્જન, નવી દુનિયા સર્જવાના કોડવાળા આદર્શસેવી યુવકો. ૩૨. લખલખ-લાખ્ખો. ખાઈઓ — યુદ્ધ માટે કરવામાં આવેલી ખાઈઓ – ‘ટ્રેન્ચીઝ’. ૩૫. માસુમ ગુલ સુમ - નિર્દોષ, ભોળાં ગુલાબનાં ફૂલ જેવાં - ગભરુ બાળકો. ૩૮. જીવન મોદ... છેદાણાં -લઘુતમ ગુરુતમની શુષ્ક માથાકૂટમાં જીવનનો આનંદ જ્યાં બધો સુકાઈ ગયો એ અર્થમાં.]