સુદામાચરિત્ર — પ્રેમાનંદ/શબ્દાર્થ અને ટિપ્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


શબ્દાર્થ અને ટિપ્પણ

કડવું 1
કડી
6          અશન — ભોજન
7          મુન્ય — મુનિ(સુદામા)
15          ઘરસૂત્ર — ઘરસંસાર

કડવું 2
4          પુરમાં પછે અન્ન જડતું રહ્યું —ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે
10          ગવનિકા — ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ
13          મારે વાગલાં — વલખાં મારે
14          રક્ષાની ઘટા — માથું ધૂળથી ભરાઈ જવું

કડવું 3
1          ભાવઠ —ઉપાધિ
1          ગોમતી-મજ્જન — ગોમતી નદીમાં સ્નાન
10          જોડવા પાણિ... — હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી,
                                               એથી ચહેરો ફિક્કો પડી જાય
10          માગ્યા પે રૂડું મરણ — માગવા/યાચવા કરયાં મરવું સારું
12          મામ — સ્વમાન, આબરુ

કડવું 4
2          વૃદ્ધિહાણ — ચડતી-પડતી
3          સુકૃત-દુષ્કૃત — પાપ-પુણ્ય
10          નિર્મુખ વાળિયા — ખાલી હાથે પાછા વાળ્યા
11          હુતશેષ ન કીધો આહાર — યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે આહાર
કડી
20          સપ્તઋષિ સેવે કામધેનુને — સપ્તષિર્ જેવાને પણ કામધેનુ
                                  (સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે.
24          ધોશે ધરણીધર તતખેવ — ધરતીને ધારણ કરનાર (ઈશ્વર)
                                                 તરત દરિદ્રતા દૂર કરશે
કડવું 5
7          કાંગવા — છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ)
9          છોવાય — ઢોળાય
16          ઉપાન.... — પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ)
                        ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું!
17          જેષ્ઠિકા — ચાલવામાં ટેકો રહે એવી લાકડી
19          શુકજી — શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને
                          ‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા
                          ભાગવતના દશમસ્કંધમાંની કથા છે.
19          નરપતિ — રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા,
                       અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર

કડવું 6
2          કોઠા કોશીસાં શોભે પર્મ — કોઠા પરની (દ્વારકાની)
                                કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી
4          નથી મુક્તિપુરીમાં મણા — મુક્તિપુરી(દ્વારકા)માં કશાની
                                                       ઉણપ(મણા) નથી
6          એને રૂપે હાર્યા કેશવ-રામ — સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ
              અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ)
10          મયા — માયા, કૃપા
15          ઉપંગ — એક વાદ્ય
કડવું 7
2          યક્ષકર્દમ સત્યા સેવે રે — યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ
                                             સત્યભામા કૃષ્ણને લગાડે છે
2          અગર ઉસેવે — અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર)
                                                                   આપે છે
3          બીડી — પાન, તાંબુલ
11          વામદેવ — વામનદેવ
12          અત્રિ — ઐક ઋષિ
12          પત્રી — પત્ર, ભલામણ-ચિઠ્ઠી

કડવું 8
4          જેના નાભિકમળમાંથી... — કૃષ્ણસ્તુતિ: કૃષ્ણ/વિષ્ણુની
                     નાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં
                     સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને
                     મુખમાં બ્રહ્માંડ બતાવેલું
5          પાદોદક — ચરમુક્તિપુરીણામૃત
8          ઘૃતપક્વ — ઘીમાં પકવેલાં

કડવું 10
4          અરિષ્ટ — સૂર્ય
12          પંચાનન શંખ — પંચ-મુખના આકારનૌ શંખ

કડવું 12
9 નિર્મુખ — ખાલી હાથે