હેમેન શાહનાં ચૂંટેલાં કાવ્યો/સર્જક-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સર્જક-પરિચય
Hemen Shah.jpg

ગુજરાતી ભાષાની આધુનિક પેઢીના ગઝલકાર ડૉ. હેમેન શાહના જન્મ ૯ એપ્રિલ ૧૯૫૭ના રોજ મુંબઈ ખાતે થયો હતો. મેડિકલ ક્ષેત્રમાં એમ. ડી. (સ્કીન) અભ્યાસ કરી તેઓ સ્કીન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. એમના પ્રકાશિત પુસ્તકોમાં ‘ક, ખ, કે ગ’ (ગઝલસંગ્રહ; ૧૯૮૯), ‘લાખ ટુકડા કાચના’ (ગઝલસંગ્રહ; ૧૯૯૮), ‘તો દોસ્ત હવે સંભળાવ ગઝલ’ (ગઝલસંગ્રહ; ૨૦૦૩), ‘તથા આખરે ઊકલ્યા જો અક્ષર’ (કાવ્યસંગ્રહ; ૨૦૧૨) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ‘મેઘધનુષ પર જાવું છે’ (બાળકાવ્યસંગ્રહ; ૨૦૦૦)નો સમાવેશ થાય છે. એમને પ્રાપ્ત થયેલાં મુખ્ય સન્માનો નીચે મુજબ છે.

શયદા પુરસ્કાર - ૨૦૦૪ - આઈ. એન. ટી. દ્વારા
કલાપી પુરસ્કાર - ૨૦૧૩ - આઈ. એન. ટી. દ્વારા
હરીન્દ્ર દવે સાહિત્ય પુરસ્કાર - ૨૦૧૪

કવિ હેમેન શાહ નવી ગુજરાતી ગઝલનો એક સબળ અને મૌલિક અવાજ છે.

–રઈશ મનીઆર