અનુનય/શિશુની કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
શિશુની કવિતા

બાળકે કાગળમાં કરેલા
આડાઅવળા લીટા વચ્ચે હું
હારબંધ શબ્દોમાં કવિતા લખવા જાઉં છું
ત્યારે
આનંદવર્ધન, શિખા ઉપર હાથ ફેરવતા
બોલી ઊઠે છે :
काव्यस्य आत्मा ध्वनिः ।
કવિ મૅકલીશ પાઈપના ઊંચે ચઢતા ધુમાડાના
અમળાતા અક્ષરોમાં ઉદ્ગારે છે :
A poem should not mean but be!
હું
બાળકે કરેલા આડાઅવળા લીટા વચ્ચે
કવિતા લખવાનું માંડી વાળું છું!
બાળકે લખેલી કવિતા વચ્ચે
આડાઅવળા લીટા કરવાનું માંડી વાળું છું.

૨૬-૮-’૭૬