અનેકએક/ઉત્પત્તિ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ઉત્પત્તિ


તળિયે સંચાર ને ઝળાહળાં
તેજપુંજ
રંગરંગમાં આરપાર
પ્રગટે તે સૂર્ય
ખળભળે તે
ઘેરાં ઘનઘેરાં જળ
ઊતરે
આકાશનાં આકાશ
ઉઘાડે
દિશાઓ પવન
ધુમ્મસધુમ્મસ વૃક્ષો
ગંધ રૂપ ધ્વનિ આકાર એકસામટાં
એક જ
સરવું વહેવું ઊડવું પ્રસરવું એકસામટું
એક જ
શ્વસવું દેખવું બોલવું જાણવું એકસામટું
એક જ
અનેક અનંત ગતિભેર સ્થિતિ એકસામટી
અનેક અનંત લય એકસામટા
અનેક અનંત ઉત્પત્તિ એકસામટી
એક જ