અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કમલ વોરા/આઠ પતંગિયાં : ગુલાબી પતંગિયું

From Ekatra Foundation
Jump to navigation Jump to search


આઠ પતંગિયાં : ગુલાબી પતંગિયું

કમલ વોરા

હું પતંગિયું પકડું
ને
મારા હાથમાં આવે છે
તારી આંગળીઓ
અને નહીં તો
કાગળ જેવી કોરી આંખો.