અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દિનેશ કોઠારી/સમણાં લ્યો રે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સમણાં લ્યો રે

દિનેશ કોઠારી

સમણાં લ્યો રે કોઈ સમણાં લ્યો!
તનમનિયાં ફૂલ સમાણાં નમણાં લ્યો!

         કેવા અવલાનવલા રંગ રે,
         કેવો હૈયાનો ઉમંગ રે,
કાલ નહીં કે આજ નહીં કહું હમણાં લ્યો!

         એની મલકે આછી પ્રીતરે,
         એનાં છલકે છાનાં ગીત રે,
જેમ ખરે તેમ ખીલતાં નિત નિત બમણાં લ્યો!
         સમણાં લ્યો રે કોઈ સમણાં લ્યો!

(શિલ્પ, ૧૯૬૫, પૃ. ૧)