અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ દરજી/હવે —
Jump to navigation
Jump to search
હવે —
પ્રવીણ દરજી
હવે —
આ વંધ્ય શબ્દોમાં
કદી પણ
શોક શ્લોકત્વ નહીં પામે.
તમસાના
કમનીય તટે
ક્રીડામસ્ત
ક્રૌંચયુગલને નિહાળી
રસનિમગ્ન થયેલા
પારધીએ
આજે એકાએક
કોઈ અકળ અવઢવમાં
વાલ્મીકિને જ તીર મારી દીધું!
આદિકવિનું અકાળે નિધન!
અવકાશના
ગર્ભમાં
વ્યાપી ગયેલી
શાશ્વતી ચીસ
બસ હવે
યુગો સુધી
કણસતી જ રહેશે
બસ…!
(‘ચીસ’, ૧૯૭૩, પૃ. ૧)
→