અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /પંખી ના જાણે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પંખી ના જાણે

બળવંતરાય ક. ઠાકોર

અંજની ગીત


પ્રબલ કેટલી પાંખ છાતિ નિજ,
ભભક કેટલી પર પરની નિજ,
સુર સુલપલટા શા કંઠે નિજ — પંખી ના જાણે. ૧

ઉડન કુજન દિક્કાલ કયામાં,
શા થકિ બઢત વિલાય કશામાં,
રસે ચગે વા કથળત શામાં — પંખી ના જાણે. ૨

ઉડન કુજન નિજ જીવન વ્હેતૂં,
લોલવિલોલ લ્હેરિયાં લેતૂં,
અવર દુઃખસુખ જગ શુ ં હૈતૂં — પંખી ના જાણે. ૩

ઉડન કુજનથી કશૂં સધાતૂં
શૂં એ કો સચિતે પમાતૂં?
પૂછો શાને એવી વાતૂં? — પંખી ના જાણે. ૪

ઈ. ૧૯૪૨