સુધીર પટેલ
જિન્દગીભરનો ડૂમો બસ આપણે વેદનાનો તરજૂમો બસ આપણે જ્યાં કદી ફળ પક્વ થઈ શકતું નથી એ જ ડાળીની લૂમો બસ આપણે! કોણ કોને સાંભળે શા કારણે? ભીડમાં ભટકી બૂમો બસ આપણે! કોઈ અવસર ક્યાં કદી આવ્યો ‘સુધીર’? ખાલી ખાલી રૂમઝૂમો બસ આપણે! (જળ પર લકીર)