આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/Y

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સંજ્ઞાકોશ
Y

Yellow-Journalism પીળું પત્રકારત્વ

અમેરિકામાં ૧૯મી સદીના છેલ્લા બે દાયકા દરમ્યાન પ્રચારમાં આવેલી આ સંજ્ઞા પત્રકારત્વનાં તટસ્થ ધોરણોને ચાતરીને સનસનાટી પ્રેરે તે રીતે સમાચારની રજૂઆત કરતા પત્રકારત્વ માટે પ્રયોજવામાં આવે છે.
૧૮૯૫માં ‘ન્યૂયોર્ક વર્લ્ડ’ના એક અંકમાં પીળાં કપડાં પહેરેલા એક બાળકના ચિત્ર (ધ યલો કિડ) ઉપરથી આ સંજ્ઞા નક્કી કરવામાં આવી, રંગીન મુદ્રણના ઉપયોગ દ્વારા વાચકોને આકર્ષવાના આ પ્રયોગનો અર્થ-સંદર્ભ લઈ સામાન્ય સામગ્રીમાંથી સનસનાટીપૂર્ણ સમાચાર રજૂ કરવાના વલણને સૂચવવા આ સંજ્ઞા પ્રચારમાં આવી.

Yellow Press પીળું સાહિત્ય

આ સંજ્ઞા સનસનાટીપૂર્ણ સામગ્રી પ્રકાશિત કરતા સામયિકો માટે પ્રયોજાય છે.
જુઓ : Yellow Journalism.