ઋણાનુબંધ/મૃત્યુને

From Ekatra Foundation
Jump to navigation Jump to search
મૃત્યુને

તું
મારી નૌકાના સઢમાં
છિદ્ર પાડી
પવન ચોરી જઈશ
ને
નૌકામાં
દરિયો છલકાવી
એને ડુબાડી દઈશ
સાગરના પેટાળમાં.

પણ
મારી કવિતાની પંક્તિઓમાં
મહોરેલી વસંતને
ક્યારેય ફેરવી નહીં શકે
પાનખરમાં…