કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૩૬. ભીનાશ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


૩૬. ભીનાશ

સરોવરના
નિષ્કંપ જળને તળિયે
વેરાયેલા તારલાને
વીણવા
મેં
પાળ પર બેસીને
હાથ ડુબાડ્યો.
જળનું પોત
જરીક કંપ્યું
તારલા વીખરાયા
ને હાથ માત્ર ભીનો થયો.


(દ્વિદેશિની, પૃ. ૧૪૭)