કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪૬. અપેક્ષા
Jump to navigation
Jump to search
વાસંતી સવારે
પ્રફુલ્લિત ડૅફોડિલ્સ લહેરાતાં હોય
અને
પંખીઓ કલ્લોલ કરતાં હોય
ત્યારે
બારીમાંથી પ્રવેશી
કુમળો તડકો
સંતાકૂકડી રમતો રમતો
મારી આંખ દબાવી દે
બરાબર એમ જ
નીરવ પગલે આવે
મૃત્યુ
અને…
(દ્વિદેશિની, પૃ. ૨૪૮)