કાવ્ય-આચમન શ્રેણી – મનુભાઈ ત્રિવેદી/સોહી પુરુષ અવધૂતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૬. સોહી પુરુષ અવધૂતા

જેને ઠગે નહીં જગદૂતા રે
ભાઈ, સોહી પુરુષ અવધૂતા.

કરમવિમોચન લકડી હે કરમાં,
કટે ન કળિયા કૂત્તા;
કર જોડીને રહે દૂર સહુ
વશવરતી જમદૂતા રે. —
ભાઈ, સોહી પુરુષ અવધૂતા.

એક સત્યકા સાધક હે વોહી,
અવર બાત અનરૂતા;
અહોરાત ખાલિકસે ખેલે
પરમાનંદકા પૂતા રે. —
ભાઈ, સોહી પુરુષ અવધૂતા.

જાગ્રત કહો તો જાગ્રત હે સો,
સૂતા કહે તો સૂતા;
કહે સરોદ, સબ કુછ કરતા ઓર
કરે ન કુછ અદ્ભુતા રે.—
ભાઈ, સોહી પુરુષ અવધૂતા.

(સુરતા, પૃ. ૧૧૫)