ગુજરાતી ગઝલસંપદા/ ‘આશિત’ હૈદરાબાદી
Jump to navigation
Jump to search
‘આશિત’ હૈદરાબાદી
કેટલા ખામોશ છે? કા૨ણ હશે;
દૂઝતા હૈયે કોઈના વ્રણ હશે!
આંખ ઊંચી પણ નથી થાતી હવે,
ઊંઘનું કે ઘેનનું કારણ હશે!
રંગ ચહેરા પર ફરી આવી ગયો,
એક ક્ષણની એ ખુશી કારણ હશે!
એમ પાલવશે નહીં હારી ગયે,
ઝેરનું પણ કંઈક તો મારણ હશે!
કેમ સાકી જામ માપીને ભરે?
આ સુરાલયનું કોઈ ધો૨ણ હશે?
આમ બદનામી કરો ના દર્દની,
જિંદગી ખુદ મોતનું કારણ હશે!
એ જ ‘આશિત’નું હશે ઘ૨ જાણજો,
કંટકોનાં બારણે તોરણ હશે!