ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ઘ/ઘરભંગ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ઘરભંગ

હરિકૃષ્ણ પાઠક

ઘરભંગ (હરિકૃષ્ણ પાઠક; ‘મોરબંગલો’, ૧૯૮૮) ઘરભંગ થયેલો જયંતી કાકાના દીકરાની જાનમાં આવ્યો છે. પત્નીના અવસાનને દોઢ વરસ થયું હોવા છતાં લોકોની આંખ-જીભે હજુ સહાનુભૂતિ સુકાણી નથી. જયંતીને એની અકળામણ છે. એને છૂટવું છે એમાંથી લોક છૂટવા દેતું નથી. વિદેહ પત્ની લતાનું એને લાધતું દિવાસ્વપ્ન સ્મરણ, વાસ્તવ અને તરંગની સ્થિતિને જોડી આપે છે. વાર્તાકથનની લઢણ અને કરુણગર્ભવસ્તુ દ્વારા રચાયેલી વાર્તા અલગ તરી આવે છે.
ર.