ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ચ/ચિઠ્ઠી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ચિઠ્ઠી

રમણભાઈ નીલકંઠ

ચિઠ્ઠી (રમણભાઈ નીલકંઠ; ‘હાસ્યમંદિર’, ૧૯૫૧) ચિઠ્ઠીઓ લઈ લઈને જાતજાતની સિફારસ માટે ગરજવાન લોકો પ્રતિષ્ઠિત વ્યક્તિ પાસે આવે છે અને અક્કલને ગિરવે મૂકી કઈ રીતે વર્તે છે એનું પ્રથમ પુરુષ એકવચનમાં થયેલું નિરૂપણ હાસ્યરસયુક્ત છે. મનુષ્યવ્યવહારનો અને નર્મમર્મનો અચ્છો પરિચય અહીં મળી રહે છે.
ચં.