ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વાયક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વાયક

મોહન પરમાર

વાયક (મોહન પરમાર; ‘નવલિકાચયન : ૧૯૯૪-૧૯૯૫’, સં. વીનેશ અંતાણી, ૧૯૯૮) બાલાજોગણ રૂપાંદેને ગુરુઆશ્રમમાંથી રામદેવપીરની અગિયારસનું વાયક આવ્યું છે. વરસાદી વાતાવરણમાં ય ઘોડી પલાણી રૂપાંદે પસાયતાના સથવારે નીકળે છે. જંગલમાંથી રાની પશુની ત્રાડ સંભળાતા ઘોડી ડરીને અડી જઈ ઠેકડા મારવા માંડે છે. ઘોડીને દોરતો દૂધાજી રૂપાંદેને તેડી લઈ નીચે ઉતારવા ટેકો કરે છે. પુરુષનો આ પ્રથમ સ્પર્શ રૂપાંદેને અત્યંત સભાન કરી મૂકે છે. ગુરુઆજ્ઞા અનુસાર ભજન ગાવા મથતાં રૂપાંદેમાં બાલાજોગણ અને પુરુષસ્પર્શ પામેલી સ્ત્રી વચ્ચેનો સંઘર્ષ એકતારાના બેસૂરાપણા દ્વારા સૂચવાયો છે.
ઈ.