ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વિકલ્પ-૨

From Ekatra Foundation
Jump to navigation Jump to search
વિકલ્પ

કલ્પેશ પટેલ

વિકલ્પ (કલ્પેશ પટેલ, ‘નવનીત-સમર્પણ’ - એપ્રિલ, ૨૦૦૮) સુપર્ણા સંતાન ઇચ્છે છે પણ ગર્ભાવસ્થા દરમ્યાનનું બેડોળપણું એને મંજૂર નથી. કશ્યપ એની સાથે સંમત નથી પણ સરોગેટ મધર જશોદાનું ગર્ભાશય ભાડે રાખીને સંતાન પામવાની વાતે સંમત થાય છે. જશોદાના ગર્ભમાં પોષાતા પોતાનાં બાળકની સારસંભાળ લેતી સુપર્ણા વિચારે છે : ‘એના કરતાં તો મેં...’ અધુરું રહેલું આ વાક્ય અને જશોદા સાથેની વાતચીત દરમ્યાન સુપર્ણાને એણે સંભળાવેલું વાક્ય : ‘એના માટે તો તમારે સાચકલી મા બનવું પડે’ - સુપર્ણાને હચમચાવી દે છે. સ્ત્રીનાં ચુસ્ત સ્તનોની તુલનાએ માતાનાં લચી પડેલાં પયોધરની સાર્થકતા વિશેષ છે - એ વાત એને સમજાય છે. પાત્રોની મનોમયતા મુજબ રચાતા વાર્તાખંડો એ વાર્તાની વિશેષતા છે.
ર.