ગુજરાતી નારીસંપદા : કવિતા/અપવાદ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
અપવાદ

આરતી બક્ષી

લાગણી ગજબ ફસાવે ને લુચ્ચું હૈયું માની જાય
સાંજની ખબર પડે તે પહેલા રાત આવી જાય
આમ તો સરળ સમજુ પણ આજ બેફામ બનતું જાય
થામવા પરત મથું તે પહેલાં હાથ સરતું જાય
અપવાદ ફકત હું જ છું સવારે ચાંદ નજરે થાય...
આવવું વગર દીવાલ ના દિલમાં લગન લાગી હોય
તો પછી નગર રસ્તા જાણવાની મમત ક્યાંથી હોય!
હાલમાં અગર મળે એ વીત્યું લેખે લાગી જાય
ફોસલાવ્યો મને એનો વારો તરત આવી જાય
અપવાદ ફકત હું જ છું સવારે ચાંદ નજરે થાય...

***