ગુજરાતી નારીસંપદા : કવિતા/એક રસ્તો

From Ekatra Foundation
Jump to navigation Jump to search
એક રસ્તો

સ્મિતા શાહ ‘મીરાં’

પડદા યુગોના ચીરતો છે એક રસ્તો,
કાયમ સમાંતર ચાલતો છે એક રસ્તો.

તારાથી મારા મન લગી પહોંચે છે ક્યારે?
વચમાં સમય ને વ્હેરતો છે એક રસ્તો.

છે યાદ એવો કે અછડતો સ્પર્શ એનો,
બંને તરફથી મ્હોરતો છે એક રસ્તો.

એ રોજ બદલે છે મુકામો જિંદગીભર,
બોજા વહીને ખેંચતો છે એક રસ્તો.

છે સ્મિત ને સંબંધ એવો લાગણીથી,
તારા લગી પહોંચાડતો છે એક રસ્તો.

***