ગુજરાતી નારીસંપદા : કવિતા/કંઈ નક્કર મારે દેવું...

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કંઈ નક્કર મારે દેવું

ગિરા ભટ્ટ

કંઈ નક્કર મારે દેવું.
યુગના યુગ વહી જાયે તો પણ, રહે વસંત જેવું...
પરપોટા પાથરીએ ત્યારે,
પળમાં ખર-ખર થાય.
મથામણને અંતે શિવજી,
ગંગાજીથી ન્હાય.
પુનઃપુનઃ નહીં જીવનયાત્રા, ધ્રુવતારકનું કહેવું...
કંઈ નક્કર મારે દેવું....
પર્ણે-પર્ણે લખવી મારે,
ઝાકળ જેવી જાત.
કાલિદાસની કલમ થઈને,
ચીતરું ભરતની વાત.
અડકો-તડકો પળમાં ભડકો, હિમગિરિ થઈ રહેવું...
કંઈ નક્કર મારે દેવું...

***