ગુજરાતી નારીસંપદા : કવિતા/પ્રવાસની કથા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રવાસની કથા

પારુલ ખખ્ખર

વળાંક, ઠેસ, કાંકરા અને પ્રવાસની કથા,
નથી વિરામ પામતી પ્રલંબ રાસની કથા.

હવાને મંત્રમુગ્ધ જે કરી શકે છે નૃત્યથી
એ વાર રાતભર લખી શકે ઉજાસની કથા.

ઘટે ઘટે જઈને સત્ય પૂછશો તો પામશો,
જે રાઈની કથા છે એ જ છે લિબાસની કથા.

નિઃશબ્દ રાખ તાપણે ફરી વળી છે ધ્યાન દે,
લગાવ ફૂંક છંદની, જગાડ પ્રાસની કથા.

ગલી એ સાંકડી, તમારું કદ અને અહમ બડો,
જનાલ એટલી હતી દીવાનેખાસની કથા.

***