ગુજરાતી શોધપ્રબંધ સંદર્ભસૂચિ/સાહિત્યસિદ્ધાંત અને વિવેચન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૩. સાહિત્યસિદ્ધાંત અને વિવેચન

ગોહિલ, ગંભીરસિંહ ભુરૂભા, ૧૯૩૪
શીર્ષક : ગુજરાતી અને હિંદી સાહિત્યની વિવેચનધારાઓનો તુલનાત્મક અભ્યાસ.
ગુજરાત, ૧૯૬૩

જાની, દિનેશચંદ્ર મોહનલાલ, ૧૯૩૩
શીર્ષક : કરુણાંતિકા (ટ્રેજેડી) સ્વરૂપ અને વિકાસરેખા
માર્ગદર્શક : ઈશ્વરલાલ દવે
સૌરાષ્ટ્ર, ૧૯૭૫. પૃષ્ઠ સંખ્યા : ૩૭૬
પ્રસ્તુત મહાનિબંધમાં સંશોધકશ્રીએ ટ્રેજેડીના સ્વરૂપની વાત કરી છે. જેમાં ટ્રેજેડીનું બીજ એટલે કે ઉત્પત્તિ, અને તેના સ્વરૂપની વિગતે વાત આલેખી છે. શેક્સપિયરની ટ્રેજેડી અને ટ્રેજેડીની વિભાવનામાં પરિવર્તનશીલતા કેવી રીતે થાય તેની માહિતી વિસ્તૃત રીતે વર્ણવી છે. ખંડ-૨માં સંશોધકશ્રીએ ટ્રેજેડીની વિકાસરેખા આલેખી છે. જેમાં પ્રથમ ગુજરાતી ટ્રેજેડી. ગુજરાતી સાહિત્યની સ્મરણીય સીમાચિહ્નરૂપ ટ્રેજેડી. મુનશી અને ચંદ્રવદનની ટ્રેજેડી, શ્રીધરાણી અને શિવકુમારની ટ્રેજેડી, ઉપરાંત એકાંકી-૧, એકાંકી-૨, રેડિયો નાટક, ગુજરાતી રંગભૂમિ અને રંગભૂમિના નાટકો. અનુદિત કૃતિઓ વગેરે વિસ્તૃત રીતે વર્ણવ્યાં છે.

દવે, મહેન્દ્ર છેલશંકર, ૧૯૨૪
શીર્ષક : ગુજરાતી સાહિત્યમાં કાવ્યતત્ત્વચર્ચા,
દિલ્હી, ૧૯૭૯

દેસાઈ, અશ્વિનકુમાર કીકુભાઈ, ૧૯૪૪
શીર્ષક : આચાર્ય આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર અને રામનારાયણ પાઠકના કાવ્યસિદ્ધાંતોનું અધ્યયન
માર્ગદર્શક : નટવરલાલ પંડ્યા ‘ઉશનસ્’
દક્ષિણ ગુજરાત, ૧૯૮૦

નગરશેઠ, રંજનબેન રમેશચંદ્ર, ૧૯૩૬
શીર્ષક : ૧૯૨૦ પછીના ગુજરાતી વિવેચન સાહિત્યનું અધ્યયન
માર્ગદર્શક : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
ગુજરાત, ૧૯૭૧

પટેલ, પોપટલાલ જોઈતારામ
શીર્ષક : આધુનિક વિવેચનાની વિવિધ તરેહો
માર્ગદર્શક : સુમન શાહ
ગુજરાત, ૧૯૯૨, પ્રકા. ૧૯૯૮, પૃ. ૨૮૪
ઈ. ૧૯૫૫ પછીથી ગુજરાતી સાહિત્યના સર્જન-વિવેચનમાં આધુનિકતાલક્ષી વળાંક પ્રગટેલો. એ પ્રવાહોની અને વિવેચનક્ષેત્રની નૂતન તરેહોની અહીં વિગતે સમીક્ષા કરવામાં આવી છે. મુખ્ય તરેહોની સિદ્ધાંત વિચારણા અને તેની પ્રત્યક્ષ વિવેચના એમ બંને રીતનો અભ્યાસ છે. રૂપનિષ્ઠ અભિગમ, કૃતિનિષ્ઠ આસ્વાદલક્ષી વિવેચન, ભાષાકેન્દ્રી અભિગમો, અંતરગત શૈલીવિજ્ઞાન પરક અભિગમ, સંરચનાપરક અભિગમ એમ વિભિન્ન અભિગમોનો અભ્યાસ કરવામાં આવ્યો છે.

પંડ્યા, હાસ્યદા બી.
શીર્ષક : સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન : સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ
માર્ગદર્શક : મફત ઓઝા
ગુજરાત, ૧૯૭૧. પ્રકા. ૧૯૯૫, પૃષ્ઠ સંખ્યા : ૨૩૬
પ્રથમ ખંડમાં સ્વાતંત્ર્ય પૂર્વેનું અને ખંડ રમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન-સૈદ્ધાંતિક અને પ્રત્યક્ષ તપસ્યા પછી ત્રીજા ખંડમાં સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચનની પ્રાપ્તિઓ અને ભ્રાન્તિઓ દર્શાવી છે. ચોથા ખંડમાં ગુજરાતી વિવેચનના નિષ્કર્ષ તારવ્યા છે. પાંચમાં ખંડમાં ઉપસંહાર કર્યા પછી છઠ્ઠા ખંડમાં વિસ્તૃત સંદર્ભસૂચિ આપી છે.

ભગત, નીતા જયંતિલાલ, ૧૯૫૭
શીર્ષક : ૧૯૫૦ પછીના ગુજરાતી સર્જનાત્મક સાહિત્ય અને વિવેચનમાં રૂપરચનાવાદી અભિગમ
માર્ગદર્શક : ડૉ. સુરેશ એમ. જોશી
એમ. એસ. યુનિ. ૧૯૮૬, પૃષ્ઠ સંખ્યા : ૨૯૩
આ મહાનિબંધમાં નર્મદ નવલરામથી ૧૯૫૦ સુધીના ગાળાના જુદા જુદા અભિગમો જોવા મળે છે. આપણી સંસ્કૃત કાવ્યમીમાંસા ઉપપરાયણ હતી તેમાં તેઓના ઔચિત્ય વિચાર, અલંકાર રચના, રીતિ, વક્રોક્તિવિચાર કે રસની ચર્ચાનું વર્ણન અહીં સૌ પ્રથમ ઉપરચનાના સિદ્ધાંતની તેના પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ સહિત ઉત્ક્રાંતિને તાત્ત્વિક ભૂમિકાએ અવલોકવાનો ઉપક્રમ છે.

મહેતા, સિતાંશુ યશશ્ચંદ્ર, ૧૯૪૧
શીર્ષક : રમણીયતાનો વાગ્વિકલ્પ,
મુંબઈ, ૧૯૭૭, પ્રકા. ૧૯૭૯, પૃ. ૧૬૨