ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લોંકા શાહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


લોંકા(શાહ) [ઈ.૧૪૫૨માં હયાત] : સ્થાનકવાસી સંપ્રદાયના જૈન સાધુ. તેઓ મર્તિપૂજાના વિરોધી હતા. આ વિરોધ ઈ.૧૪૫૨ આસપાસ તેમણે કર્યો હશે એવા ઉલ્લેખો મળે છે. આ ઉપરથી આ અરસામાં તેઓ હયાત હશે એમ અનુમાન થઈ શકે. આ કવિ શાસ્ત્રોમાં પારંગત હતા અને લહિયાનું કામ પણ જાણતા હતા. ૫૮ બોલ તથા કૃતિને અંતે ૫૦ પ્રશ્નોથી યુક્ત ‘લુંકાના સદ્હિઆ અઠ્ઠાવન બોલ વિવરણ’(મુ.) નામની ગદ્યકૃતિના કર્તા. કૃતિ : સ્વાધ્યાય, નવે. ૧૯૬૪-૬૫-‘શ્રીલોંકાશાહની એક કૃતિ’, દલસુખ માલવણિયા.[ગી.મુ.]