ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કપોલકથા
Jump to navigation
Jump to search
કપોલકથા (Yarn) : સૂતરને કાંતવામાં આવે તેમ અવિશ્વસનીય કથાને કાંતવામાં આવે અને ખાસ તો અશક્ય કે અસંભવને કાંતવામાં આવે તેનો અહીં નિર્દેશ છે. આવી કથામાં લેખકનું વલણ ‘માનવું હોય તો માનો’ જેવું હોય છે.
ચં.ટો.