ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભક્તિવાદ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભક્તિવાદ : આચાર્ય આનન્દવર્ધને ‘ધ્વન્યાલોક’માં ત્રણ ધ્વનિવિરોધી મતની કલ્પના કરી છે એમાંનો આ એક ભક્તિનો સંબંધ લક્ષણા સાથે છે. ભક્તિવાદીઓ ધ્વનિને લક્ષણાગમ્ય કે લક્ષણાથી અભિન્ન ગણે છે. એને ગૌણીશક્તિ કહે છે. અને લક્ષણાની અન્તર્ગત જ એનો અન્તર્ભાવ કરે છે. અલબત્ત વ્યંગ્યાર્થનો વિરોધ નથી કરતાં. દૃઢતાથી વ્યંગ્યાર્થનો વિરોધ ન કરતાં હોવાને કારણે ભક્તિવાદીઓની સ્થાપના સંદેહમૂલક ગણાયેલી છે. ચં.ટો.