ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંવેગાત્મક ભાષા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંવેગાત્મક ભાષા(Emotive language) : વિજ્ઞાની અને ફિલસૂફની વસ્તુલક્ષી તેમજ નિર્દેશાત્મક ભાષાથી વિરુદ્ધની ભાવકના ભાવોદ્દીપન માટેની ભાષા. સી. કે. ઑગ્ડેન અને આઈ.એ. રિચર્ડઝે આ બે ભાષા વચ્ચે ભેદ કર્યો છે. હ.ત્રિ.