ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સૂચિપદ્ય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૂચિપદ્ય(Catalogue verse) : વસ્તુઓ, સ્થળો કે વ્યક્તિઓનાં નામોની યાદી આપતું પદ્ય. મધ્યકાલીન સાહિત્યમાં ભૌગોલિક કે સાંસ્કૃતિક હકીકતો સ્મરણમાં ટકે એ માટે પ્રયત્ન કરાતો અને મોટાભાગે આ પ્રથા મહાકાવ્યોમાં હતી. જૈન સાહિત્યમાં જોવા મળતી પટ્ટાવલીઓ અને ગુજરાતી આખ્યાનસાહિત્યમાં સૂચિ પદ્ય જોઈ શકાય છે. જેમકે પ્રેમાનંદના ‘ચન્દ્રહાસાખ્યાન’ની પંક્તિઓ : ‘વેલ વાળો ને વરસડો વારુ, વાયુ સુગંધિત વાય/ સાગ સીસમ સમડા સાદડિયા સરગવા તણી શોભાય/શ્રીફળ ફોફળ કેરડી કેળ ને કોરંગી/બીલી બદરી મલિયાગર મરચી લીંબણ ને લવિંગી.’ (કડવું ૧૩) ચં.ટો.