ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/જગજીવનદાસ માવજીભાઈ કપાસી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જગજીવન માવજીભાઈ કપાસી

શ્રી. જગજીવન માવજીભાઈ કપાસીનો જન્મ સં.૧૯૫૨માં સાયલામાં થએલો. તેમનાં માતુશ્રીનું નામ કેસરબાઈ. તે ન્યાતે દશા શ્રીમાળી જૈન વણિક છે. તેમનું મૂળ વતન ચુડા છે કે જ્યાં હાલમાં તે હજુર ઓફીસ સુપરિન્ટેન્ડન્ટના ઓદ્ધા પર છે. તેમણે માધ્યમિક કેળવણી મેટ્રીક સુધી લીધેલી. ઇતિહાસ અને તત્ત્વજ્ઞાન એ તેમના રસના ખાસ વિષયો છે. અંગ્રેજી ઉપરાંત હિંદી અને બંગાળી ભાષાનું જ્ઞાન પણ તે કેટલાક પ્રમાણમાં ધરાવે છે. તેમનું સૌથી પહેલું પુસ્તક “ગુજરાતનું ગૌરત”એ નામને ઐતિહાસિક નવલકથા સં.૧૯૭૫માં પ્રસિદ્ધ થએલી. ત્યારપછી તેમણે લખેલાં બીજાં પુસ્તકોમાં મુખ્ય “મેવાડનો પુનદ્ધાર” અને “વીરશિરોમણિ વસ્તુપાલ ભાગ ૧-૨-૩" એ છે. તેમનું પહેલું લગ્ન સં.૧૯૭૪માં અને બીજું સં.૧૯૮૫માં થયેલું. બીજાં પત્ની પણ અવસાન પામ્યાં છે. તેમનાં સંતાનોમાંના મોટા પુત્ર રમણિકલાલ એડવોકેટ છે અને મુંબઈમાં વ્યવસાય કરે છે.

***