ચાંદરણાં/વિરહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


4. વિરહ


  • ‘વિરહ’ એટલે પોતે સર્જેલા ચિત્રને દૂરથી જોયા કરતો ચિત્રકાર.
  • ‘વિરહ’ એ નિકટની દૂરતાનું નામ છે!
  • વિરહમાં જે બાદ થયું હોય તે શેષ રહે છે.
  • વિરહ એ નજીકની દૂરતા અને દૂરતાનું સામીપ્ય હોય છે.
  • વિરહની દૂરતામાં કોઈ માઈલસ્ટોન નથી હોતા.
  • વિરહ એટલે ખેતરની માટીને વધારે ‘પક્વ’ કરતું કોરું ચોમાસું.
  • વિરહ એ દૂર દેખાતી જ્યોતિ છે, ભયસૂચક દીવાદાંડી નથી.
  • માણસને માણસની, સહરા જેવી તરસ લાગે તે વિરહ.
  • વિરહમાં ‘વિભક્તિ’ પણ ‘સંધિ’ બની રહે છે!
  • વિરહ એકદંડિયા મહેલમાં રહે છે!
  • વિરહમાં દૂરતા છે, પણ તે માપવાની મેઝરટેપ નથી.
  • પોતાના ચાહવાની ટેવ પાડે છે તેને વિરહનો ભય રહેતો નથી.
  • વિરહ : અજંપાનો શાંત કોલાહલ.
  • નજીકનું માણસ જ દૂરતાનો વિરહ આપે છે.